હરિ રીઝયા રે હરિ રીઝયા ભાળી ભાવ ���ોપીનો પ્રેમ ભીંજયા રે ૮/૮

હરિ રીઝયા રે હરિ રીઝયા, ભાળી ભાવ ગોપીનો પ્રેમ ભીંજયા રે...હરિ૦ ૧
હસી બોલ્યા સલૂણો ગોપી સાથે, હેત મટકી ઉતારી લીધી હાથે રે...હરિ૦ ૨
જેને યજ્ઞનું હોમ્યું નવ ભાવે, તેને ગોપી પૂરણ મહી પાવે રે...હરિ૦ ૩
પોતે પીધું બીજાને પાયું પ્રીતે રાજી કીધી ગોપીને રૂડી રીતે રે...હરિ૦ ૪
બ્રહ્માનંદના વ્હાલાની લીલા એવી, હરિજનને અમૃત રસ જેવી રે...હરિ૦ ૫

મૂળ પદ

જાવા દેને રે જાવા દેને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી