અજબ બની રે છબી અજબ બની, ૨/૪

 ૨૮૩ પદ-ર/૪

અજબ બની રે છબી અજબ બની,
કાના રે પ્યારી તમારી છબી અજબ બની.      ટેક.
છોગે સહિત શિર પાઘ ગુલાબી,
મોતી તોરાની હાર્યો સોહે ધની.                        કાના. ૧
ફૂલ તોરા કાજુ બાજુ ગજરા,
પ્યારી ઉતરી ઉર અતિ સોહની.                       કા.ર
રાજત નેપુર મણી મય સુંદર,
કેડ્યે કંદોરો માંઇ સોહે મની.                            કા. ૩
કૃષ્ણાનંદ હરિ શોભા સાગર,
કોટી કામ છબી નાંહીં ગની.                             કાનારે. ૪
 

મૂળ પદ

પ્રીતડલી રે મારે પ્રીતડલી,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી