સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ ૧/૭

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ ;
દુર્લભ અતિ સુલભ પ્રાપ્ય, અલભ લાભ લહીએ. સ૦ ૧
વિષે વિકાર મન વિસાર, વચન ધાર રહીએ ;
દુઃખ અપાર યા સંસાર, વારમેં ન વહીએ. સ૦ ર
મમતા મન ડાર મોટ, દુબધ ખોટ દહીએ ;
ન લગત શિર કાળ ચોટ, ચરન ઓટ ગહીએ. સ૦ ૩
હરખ શોક કુતરક તજી, ફરક જગ ફરીએ ;
રસ બસ સુખમાંય ગરક, નિધડક હોય રહીએ. સ૦ ૪
નિગમાગમ કર વિચાર, સકલ સાર એહીએ ;
બ્રહ્માનંદ વાર વાર, છબી પર બલ જઇએ. સ૦ પ

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0