ભવસાગરનાં નીર તરીને, જાવું સામે તીર, સંતો ભવસાગરનાં નીરજી.  ; ૧/૧

 ભવસાગરનાં નીર તરીને, જાવું સામે તીર, સંતો ભવસાગરનાં નીરજી...ટેક.
આશા તૃષ્ણા નદી ને સંગમ, ગાજતાં ગંભીરજી;
	મનસૂબા રૂપી લોઢ મોટા, થાવા ન દીએ સ્થિર...સંતો૦ ૧
કામ ક્રોધ ને લોભ મોટા, મગર મચ્છની ભીરજી;
	ભામિની રૂપી ભમરીમાંથી, સાચવવું જ શરીર...સંતો૦ ૨
શૂરતા રૂપી સઢ ચડાવી, શાંતિ રૂપ સમીરજી;
	નાવ હરિના નામ રૂપી, ધારો નાંગળ ધીર...સંતો૦ ૩
ખેવટ જ્ઞાની ગુરુ ગોતી, ધર્મી ધ્યાની ધીરજી;
	માવ કવિ કહે તુરત તરશે, સત્સંગી શૂરવીર...સંતો૦ ૪ 
 

મૂળ પદ

ભવસાગરનાં નીર, તરીને જાવું સામે તીર;

મળતા રાગ

ભવસાગરનાં નીર તરીને

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



પરંપરાગત (સ્વરકાર)

Live
Audio
0
1