સહજાનંદ સહજાનંદ, સહજાનંદ રટીએ ૨/૭

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ રટીએ ;
અવિચલ એહી સમજ મરમ, કરમ ભરમ કટીએ. સ૦ ૧
નિત્ય પ્રત્યે ચિત્ત ધાર ચરણ, સંસ્ત્રતસે છૂટીએ ;
વાર વાર જિહ્‌વા ઉચ્ચાર, સુખ અપાર ખટીએ. સ૦ ર
વાયક વિવેક એક ટેક, -સેં ન લટીએ ;
નટવર છબી હરત ફિરત, નિરત સુરત ઠટીએ, સ૦ ૩
સહસ્ર ફણા અનંત ચાહત, સોહત સબ ઘટીએ,
નૌતમ જસ નહીં અઘાત, ગાત હે ઝટપટીએ, સ૦ ૪
ધ્યાન જાસ અંતર ધર, કિંકર જમ મટીએ ;
બ્રહ્માનંદ ચરણ ધાર, વાર પાર વટીએ. સ૦ પ

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી