ઓઝત ગંગા કીનારે ઓપતું, પ્રસિદ્ધ રૂડું પીપલાણા પુર ધામરે ૧/૧

 શ્રી પીપલાણાપુર મૂર્તિ પ્રતિષ્ઠોત્સવ મહિમા

૭૦ ૧/૧ (૫૮)
(ગઢપુર જોતાં જ શ્રીજી સાંભરે—એ રાગ)
ઓઝત ગંગા કીનારે ઓપતું, પ્રસિદ્ધ રૂડું પીપલાણા પુર ધામરે ||
સહજાનંદ સ્વામી દિક્ષા સ્થાનક છે સોરઠ દેશમાં............ ||ટેક||
સહજાનંદ નામનું સંભારણું, દિક્ષા સ્થાનક ઉત્તમ છે બેઉ દેશરે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
સાત સાત વરસો વિચરીને વન વિષે, ઉતાર્યા પંચકેશને વર્ણી વેશ રે---
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૧||
અવધપુરીથી આવ્યા એકલા, રામાનંદજી ઉદ્ધવનો અવતાર રે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
મેતા નરસીને ઉત્તમ આંગણે, આવી મળ્યા અક્ષરના આધાર રે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૨||
સંવત અઢાર છપન સાલમાં, એકાદશી જેઠ વદી ઉદીયાત રે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
વેશ ઉતાર્યો વરણી રાજનો, પરમહંસ થયા સહજાનંદ પ્રખ્યાત રે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૩||
જમીઆ દૂધ સાથે જીવન ઠુમરો, (દીધી) હાથણી જેવી ભેંશુ જાર અંબાર રે
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
સહજાનંદ સ્વામીની સેવા થકી, સત્સંગી થયાં પુરવાસી નરનારી રે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૪||
આખા, પીપલાણા બેઉ ગામમાં, પરમહંસ પાંચસો સખા સાથરે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
દર્શન બેઉ ગામે દિવ્ય દીધેલાં, પુરવાસી પ્રભુ નિરખી થયા સનાથ રે—
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૫||
મહારાજ વિહારીલાલે મોજથી, આજ્ઞા આપી જાણી પ્રસાદી સ્થાન રે.
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
સદ‌્ગુરુ બાળમુકુંદદાસે સ્થાપિયા, છત્રી મધ્યે ચર્ણાર્વિંદ મહાન રે...
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૬||
જુનાગઢ જોગીઓનું ધામ છે, જોગી ધર્મપ્રસાદદાસ મહાન રે--
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
મંદિર ત્રણ શિખરબંધ બાંધીયા, પધરાવ્યા સહજાનંદ ભગવાન રે—
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૭||
મહારાજ આનંદપ્રસાદજીની મ્હેરથી, સોરઠ મધ્યે આજ છે લીલાલ્હેરરે—
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં............||
એકસો ચોપનમેં વરસ આ સ્થળે, માવકવિ કહે આનંદ છે ઘેર ઘેરરે—
સહજાનંદ સ્વામી, દિક્ષા સ્થાનક છે, સોરઠ દેશમાં.... ઓઝત૦||૮||
 
સં. ૨૦૧૦ વૈશાખ વદી ૧૩
તા. ૨૯-૫-૫૪ શનીવાર
મુ. પીપલાણા.
 
મૂળ પદ

ઓઝત ગંગા કીનારે ઓપતું, પ્રસિદ્ધ રૂડું પીપલાણા પુર ધામરે

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી