સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ભજીએ ૪/૭

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ ભજીએ ;
કામ ક્રોધ લોભ મોહ, તૃષ્ણાકુ તજીએ. સ૦૧
મંગળ જગ કરણ ભરણ, ચરણ પ્રીત સજીએ ;
છબી અનૂપ ભૂપ ભૂપ, રૂપ તાહી રજીએ. સ૦ ર
સંતન સુખ ધામ રામ, જામ અષ્ટ જજીએ ;
જપીએ જેહી જાપ ત્રિવિધ, તાપમેં ન દજીએ. સ૦ ૩
જગસેં મન કર વિરકત, મુક્ત હોય નીપજીએ ;
અવિચળ એહી અખંડ એક, લોકસે ન લજીએ. સ૦ ૪
દૂર બિહાય ભર્મ કર્મ, મર્મ એ સમજીએ ;
બ્રહ્માનંદ ભજ દયાળ, કાળ વ્યાળ ગજીએ. સ૦ પ

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ, સહજાનંદ કહીએ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0