હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી, ૧/૧

૧/૧ રાખો ચરણમાં ૩

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી,

સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી,

છો વિમલ અમૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રીહરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજોમય મહા,

અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહા,

છે સકળ વિભુતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

અવતાર લઇ અવની વિષે સદ્ધર્મની ગ્લાનિ સમે,

નિજ ભક્ત કારણ રૂપ બહુબહુ ધારીને વિચરો તમે,

ઉત્થાપી મુળ અધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

આ સમયમાં સામર્થ્ય રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ,

ભવમાં ભટકતા જીવનું અજ્ઞાનઘન હરવા વિભુ,

સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી,

હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી,

મૂળ પદ

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી,

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0