આવું તારું ધનરે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે ૧/૧

આવું તારું ધનરે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે-ટેક.
ટાઢા ઊના રે તુંને તાવ જ આવશે, ને વસમું થઈને વિતાશે;
	દાતણ પાણી ને નાહ્યા વિના તારી, દેહ બધી ગંધાશે રે-૧
બોલવા ચાલવા નહીં દીએ પ્રાણી, તારી જીભલડી ઝલાશે;
	શ્વાસ ચડશે ને આંખો ફરકશે, નાકની તે ડાંડી નમી જાશે રે-૨
વૈદ્ય તેડાવે એની નાડી જોવરાવે, કડવાં તે ઔષધ પાશે;
	તૂટી એની બૂટી નહીં મળે એના, જીવની શી ગતિ થાશે રે-૩
એક બીજા વિના ઘડીએ ન ચાલે, તે તારી ત્રિયા તો રંડાશે;
	જુગો રે જુગનું છેટું પડયું પ્રાણી તારા, નામની તે ચૂડીઓ ભંગાશે રે-૪
ખોખલી દોણીમાં તારી આગ જ કાઢશે ને, મસાણે લાકડાં લેવાશે;
	સઘળું કુટુંબ તને સળગાવી દઈ પછી, બારમાના કાગળો લખાશે રે-૫
દશ દિવસ તારું સૂતક પાળશે, ને દાઢી ને મૂછ મુંડાશે;
	સઘળું સૂતક તારું કાઢી નાંખીને પછી,બારમાનાં સુખડાં ખવાશે-૬
દયા ધર્મ ને ભક્તિ વિના તારું, સઘળું દ્રવ્ય લૂંટાશે;
	દેવાનંદ કહે હરિ ભજ્યા વિના જમ, છોટા મોટાને લઈ જાશે રે-૭
 

મૂળ પદ

આવું તારું ધનરે જોબન ધૂળ થાશે, કંચન જેવી કાયા તે રાખમાં રોળાશે

મળતા રાગ

ચાબખો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ
ગરબી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
1
0