બિપતિ કોન નિવારે નાથ બિન, બિપતિ કોન નિવારે રે ૨/૪

બિપતિ કોન નિવારે નાથ બિન, બિપતિ કોન નિવારે રે	...ટેક.
ઉદરમાં અકળાયો પ્રાની, ત્રાહિ ત્રાહિ પુકારે રે;
	દુ:ખિયો જાની દયા આની, વાલમ આયે વ્હારે રે	...બિપતિ૦ ૧
ગર્ભ છોડાયો જન્મ ધરાયો, અંતર અગ્નિ જારે રે;
	તૃષા બુઝાઈ ક્ષુધા સમાઈ, અમૃત કેરે આહારે રે	...બિપતિ૦ ૨
ઐસે હરિ ઉપકારી બિસારી, ચલિયો સંસાર લારે રે;
	હેત જનાઈ સર્વસ્વ ખાઈ, નિશ્ચય નરકમેં ડારે રે	...બિપતિ૦ ૩
જૂઠ સગાઈ દૂર બહાઈ, ધની મોહન સિર ધારે રે;
	દયાનંદ કો શ્યામ સહાઈ, તુરત પાર ઉતારે રે	...બિપતિ૦ ૪
 

મૂળ પદ

દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

દયાનંદ સ્વામી

ઉત્પત્તિ

શ્રી દયાનંદ સ્વામી દયાનંદ સ્વામીનો જન્મ વિ. સં. ૧૮૪૫માં નળ કાંઠાના રેથળ ગામે લુહાણા જ્ઞાતિમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ લાલજી હતું. એમના પિતાનું નામ સુંદરજી અને માતાનું નામ અમૃતબાઈ હતું. પરમાત્માના પ્રગટ મિલન માટે એમણે ગિધનેશ્વરના જંગલમાં મહાદેવજીના મંદિરમાં આકરી તપશ્ચર્યા કરી હતી. સાક્ષાત શિવજીએ દર્શન દઈને એમને કહ્યું હતું કે, ‘મખિયાવ ગામે તને ભગવાન મળશે.’ મખિયાવમાં લાલજીને ભગવાન સ્વામિનારાયણનો ભેટો થયો. શ્રીહરિએ સામેથી લાલજીને બોલાવી બાથમાં લઈને કહ્યું, ‘લાલજી, તમને તો મહાદેવજીએ અમારી પાસે મોકલ્યા છે.’ સાગરમાં સરિતા મળે એમ લાલજી સહજાનંદ સ્વામીમાં સમાઈ ગયા અને સાધુ થયા. ભગવાન સ્વામિનારાયણે એમનું નામ ‘દયાનંદ સ્વામી’ રાખ્યું. દયાનંદ સ્વામી નામ પ્રમાણે દયા અને ક્ષમાનો સાગર હતા. તેઓ ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેમણે અનેક શાસ્ત્રોર્થોમાં વિજય મેળવ્યો હતો. એમણે સંસ્કૃતમાં ‘પ્રશ્નોત્તરી દીપક’ અને ગુજરાતીમાં ‘હરિચરિત્ર ચિંતામણી’ પદ્યગ્રંથની રચના કરેલી છે. ઉપરાંત એમણે સેંકડો પદો પણ રચ્યાં છે. એમણે રચેલ પદ, ‘રૂડી રાંધી મેં રસિયાજી ખીચડી રે...’ રોજ સાંજે ઠાકોરજીને થાળ ધરતી વખતે ઘરે ઘરે ગવાય છે. વિસનગર-વડનગર વિસ્તારના કરજીસણ વગેરે અનેક ગામોમાં એમણે ભવ્ય અને વિશાળ મંદિરો બંધાવેલાં છે. દક્ષિણના આલવાર શઠકોપ સૂરીએ પરમાત્માની ગાથાઓ ગાતાં ગાતાં શરીર છોડ્યું હતું એ જ રીતે દયાનંદ સ્વામીએ વિ. સં. ૧૯૨૨માં ૭૭ વર્ષની વયે ભગવાના સ્વામિનારાયણની ગાથાઓનું ગાન કરતાં કરતાં દેહત્યાગ કર્યો હતો. દયાનંદ સ્વામીની રચનાઓનો આસ્વાદ લખી શકાયો નથી પરંતુ એમની રચનાઓમાંથી ઉદાહરણ રૂપે બે પદ અહીં આપેલાં છે. આ પદોના ભાવમાં અવગાહન કરવાનું સુજ્ઞ વાચકો ઉપર છોડી દઉં છું.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
દેશ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0