હાં રે નંદજીના હો લાલ, વહાલા મારે ઘેર તમે આવજો ૧/૪

હાં રે નંદજીના હો લાલ(૨) વહાલા મારે ઘેર તમે આવજો...ટેક.
પહેરી પીતાંબર પ્રેમશું, વળી રેંટો રંગ સોરંગ;
	શોભા કોટિક કામની, તમે ધરજો અંગોઅંગ...નંદ૦ ૧
મોતીમાળા કોટમાં ને, હેમકડાં બેઉ હાથ;
	શિવ બ્રહ્માદિક સરખાં જોઈ, રાજી થાશે નાથ...નંદ૦ ૨
વ્હાલા માથડે મુગટ ફૂલનો, પહેરો ફૂલના હાર;
	જીવન તમને જોઈને, મોહી જાશે નગરની નાર...નંદ૦ ૩
કંદર્પ કોટિક વારણે, એવી ધરજો શોભા શ્યામ;
	પ્રેમસખી કહે ઉરમાં હું તો, રાખીશ આઠો જામ...નંદ૦ ૪
 

મૂળ પદ

હાં રે નંદજીના હો લાલ, વહાલા મારે ઘેર તમે આવજો

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ભક્તિ રસ
Studio
Audio
0
1