ઉઠોને અલબેલા પ્રીતમ મોહન વનમાળી માનનિયુંના મન હરવા ૩/૪

 

ઉઠોને અલબેલા પ્રીતમ, મોહન વનમાળી ;
માનનિયુંના મન હરવા, વાઓ બંસી રૂપાળી. ઉઠો૦
મહીડાં લઇ મહિયારી ચાલી, પોઢેલા જાણી ;
લાલજી રોકી દાણ લિયો, મારા ડોલરિયા દાણી. ઉઠો૦૧
સૂરજ ઉગ્યે શામળિયા, એવી નિદ્રા કેમ આવી ;
કાનજી તારે કારણે, તાજું દાતણિયું લાવી. ઉઠો૦ર
રેણ ગઇ રવિ જયોત થઇ, છૂટયા ગાયુના ગાળા ;
બ્રહ્માનંદના નાથ આવ્યા, સર્વે તેડવા ગોવાળા. ઉઠો૦૩

મૂળ પદ

પ્રાત થયું પંખી બોલ્‍યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
0