પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે ૧/૧

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે-૧
કૌશળ દેશમાં ધર્યો અવતાર રે, નોમ અજવાળી રૂડો ચૈતર માસ રે-૨
તેડાવો જોશી ને પુછાવો નામ રે, નામ ધર્યું રૂડું શ્રીઘનશ્યામ રે-૩
મુખડું શોભે અતિ બાલુડે વેષ રે, સુંદર ભૂરા માથે નાના કેશ રે-૪
હરખે ઝુલાવે માતા દૂધ-સાકર પાય રે, માતાને મન (જાણે) વહેલા મોટા થાય રે-૫
રડતાં રમાડતાં પારણિયે પોઢાડે રે, રેશમી દોરી લઈ હીંચકાવે રે-૬
પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાવે રે-૭
 

મૂળ પદ

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે

મળતા રાગ

ધોળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- અષાઢી સંવત્ ૧૮૭૦ ના ચૈત્ર સુદિ-૬ ના રોજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં શ્રીહરિ સભા કરીને બિરાજમાન થયા હતા. ગુણાતીતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, મુક્તાનંદસ્વામી આદિક મોટેરા સંતો તથા દાદાખાચર, માંચાખાચર, હરજી ઠક્કર આદિક અગ્રણી હરિભક્તોને બોલાવી શ્રીહરિએ વાત કરતાં કહ્યું કે, “ભક્તો ! બધા માસમાં આ ચૈત્ર માસ ઉત્તમ ગણાય છે. આ માસમાં કરેલ કથા પારાયણો અને ઊજ્વેલ ઉત્સવોનું ફળ વિશેષ પ્રમાણમાં થાય છે એવો શાસ્ત્રોનો મત છે. વળી, આ માસમાં પિતૃઓની તૃપ્તિ માટે યજ્ઞાદિક પુણ્યદાયી પ્રવૃતિઓ વધુ પ્રમાણમાં થાય છે. એમાંય વળી સોનામાં સુગંધ ભળતાં જેમ અદ્ભુત રીતે સોનું શોભી ઊઠે છે તેમ આ પવિત્ર માસની પવિત્રતામાં અત્યંત વધારો કરવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી પણ આ માસની સુદિ નવમીએ અવતર્યા છે. માટે આપણે સૌએ બે દિવસ પછી આવતી ચૈત્ર સુદિ નોમના રોજ ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્યદિનના જન્મ મહોત્સવમાં કીર્તનો ગાઈ ધામધૂમથી ઊજવવો જોઈએ. આ વાત સાંભળી સદ્ગુરુ ગુણાતીતાનંદસ્વામીએ સહેજ ટકોર કરતા કહ્યું કે, ‘મહારાજ ! આપનો જન્મ પણ એ જ દિવસે છે ને ? એટલે આપનો જ જન્મોત્સવ ઊજવીએ તો એ ઉત્સવમાં પેલો ઉત્સવ આવી જાય.’ આ વાત સાંભળી શ્રીહરિ કાંઈ બોલ્યા નહીં. પરંતુ સ્વામીના વિચારમાં શ્રીહરિની મૂક સંમતિ મળી ગઈ જાણી, મોટેરા સંતો હરિભક્તોએ હરિજયંતીના દિવસે શ્રીહરિ જન્મોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. આ નિર્ણય થયા બાદ મુક્તાનંદસ્વામીએ કહ્યું કે, ‘બે દિવસ પછી આવતી નવમીના રોજ આ સર્વોપરી સહજાનંદસ્વામીનું પ્રાગટ્ય થયું છે, જેથી આપણે સૌએ અતિ ઉત્સાહભેર ધામધૂમથી સર્વવિધિ સંપન્ન શ્રીહરિ જન્મોત્સવમાં ગાઈ શકાય તેવાં શ્રીહરિ જન્મોત્સવનાં કીર્તનો રચી રાખજો. આ સાંભળી પ્રેમદીવાના પ્રેમસખી પ્રેમાનંદસ્વામીનું હૈયું પ્રેમભક્તિના આનંદે નાચવા માંડ્યું. એને તો ભાવતું હતું અને વૈદ્યે બતાવ્યું. દોડવું હતું ને ઢાળ આવ્યો. જેઓને પોતાના પ્રિયતમ એવા શ્રીહરિનાં જ લીલાચરિત્રો ગાવામાં અખંડ આનંદ વર્ત્તે છે. એવા સર્વ સંતકવિઓએ વાતની વાતમાં કીર્તનો રચી કાઢ્યાં એટલું જ નહીં પરંતુ જેઓએ કદી કીર્તનો બનાવ્યાં જ નહોતાં, જેઓ પીંગળ પણ ભણ્યા નહોતા એવા બ્રહ્મચારી, સંતો અને ભક્તોના મૂકહૃદયને પણ આ જન્મોત્સવના અત્યાનંદથી વાચા ફૂટી નીકળી. કહેવાય છે કે તે દિવસથી દર ચૈત્ર માસની સુદિ, નોમની રાત્રિના દસ વાગ્યે, ‘શ્રીહરિ જન્મોત્સવ’ ઉજવાતો થયો. સદ્ગુરુ પરંપરાગત એવું સાંભળવા મળે છે કે નીચે દર્શાવેલા જન્મોત્સવ અને પ્રભુ મહિમાનાં કીર્તનો તે જ પ્રસંગે રચાણાં છે. તો આવો! ઉત્સવપ્રિય ભક્તો! નિમ્નલિખિત પદોમાં રહેલા ઉત્સવાનંદને માણી ધન્ય બનીએ.

વિવેચન

ભાવાર્થઃ- એ દાદાખાચરના દરબારગઢમાં ચૈત્ર સુદિ નોમના ઉજવાઈ રહેલા શ્રીહરિ જન્મોત્સવના પ્રસંગે સૌ પ્રથમ સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી આ પદ ગાતા ગાતા કહે છે કે આ પ્રગટપ્રભુ, ભક્તિમાતા અને ધર્મદેવની કૂખે કૌશળદેશમાં છપૈયાપુરે ચૈત્ર સુદિ નોમના રોજ આ શ્રીહરિ પ્રગટ થયા છે. જ્યોતિષીઓને તેડાવી ‘શ્રી ઘનશ્યામ’ એવું રૂડું નામ ધારણ કરાવ્યું છે. ૧૮૩૭ ના ચૈત્ર માસની નોમે જન્મેલા શ્રીહરિની તે સમયની મૂર્તિનું વર્ણન કરતાં સ્વામી લખે છે કે મુખડું અતિ શોભાયમાન છે. બાલુડે વેશ એવા શ્રીહરિને માથે સોનેરી મુગટની ઝાંખી કરાવતા સુંદર ભૂરા કેશ શોભે છે. મા ભક્તિ હરખથી ઝૂલાવે છે. દૂધ-સાકર પાય છે. વળી, જલ્દી મોટો થાય એવી ઈચ્છા છે. જ્યારે જ્યારે બાળ પ્રભુ રડવા લાગે છે. ત્યારે માતા પ્રભુને પારણિયે પોઢાડી રેશમી દોરીથી હીંચકાવતાં-હીંચકાવતાં સુંદર મજાના હાલરડાં ગાય છે. સ્વામી કહે છે કે નિત નિત નવી લીલા કરનાર આ નટવરની દિવ્ય યા માનુષી લીલાનું ગાવણું કરવામાં મને અખંડ આનંદ આવે છે. II૧થી૭II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
14
5
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
1
0