સખી વાત વિતી કહું મારી, મળ્યા વાટમાં કુંજવિહારી ૨/૨

સખી વાત વિતી કહું મારી, મળ્યા વાટમાં કુંજવિહારી...ટેક.
દશ વીશ સખા લઈ સંગે, પીળી પામરી ઓઢી અંગે રે;
		રોક્યો મારગ આવી મોરારી...મળ્યા૦ ૧
મારે માથે હતી મહિ ગોળી, નાંખી નાનકડે તે ઢોળી રે;
		મને મુખથી બોલ્યા ધૂતારી...મળ્યા૦ ૨
મારો હાથ ઝાલ્યો જદુનાથે, કર્યો ઝગડો મુજ સંગાથે રે;
		લીધો કંઠથી હાર ઉતારી...મળ્યા૦ ૩
હતી છબી એની મરમાળી, જાણે મન પકડયાની જાળી રે;
		લીધી મૂરતિ મનમાં ઉતારી...મળ્યા૦ ૪
છે એ જાદુગરો જગદીશ, કર્યું જાદુ એણે કરી રીસ રે;
		મારી શૂધ બૂધ સઘળી વિસારી...મળ્યા૦ ૫
હવે રોગ થયો ઉર એવો, દાડી દાડી જદુપતિ જોવો રે;
		વધે છે ઉર પ્રેમ ખુમારી...મળ્યા૦ ૬
કાં તો બુટ્ટી કશીક સુંઘાડી, મને પ્રેમના પાસમાં પાડી રે;
		બહુનામી ઉપર બલિહારી...મળ્યા૦ ૭
રઘુવીરસુત સુતના સ્વામી, વસ્યા ઉરમાં અંતરજામી રે;
		અમે જીવીએ એને સંભારી...મળ્યા૦ ૮
 

મૂળ પદ

નમું પ્રેમવતીના પ્યારા, જય જીવન જગદાધારા

મળતા રાગ

ઢાળ : નમું પ્રેમવતીના પ્યારા

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
બનઝારો
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0