Logo image

સ્નેહભર્યા નયને નિહાળતાં હો

સ્નેહભર્યા નયને નિહાળતાં હો, વંદન આનંદ ઘનશ્યામને;
અમીમય દૃષ્ટિએ નિહાળતાં હો, વંદન આનંદ ઘનશ્યામને...ટેક
છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ થયા;
ધર્મભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા;
          સંતોને આનંદ ઉપજાવતાં હો...વંદન૦ ૧
બાળ ચરિત્ર કરી આપે વન વિચર્યા;
તીર્થોમાંહી ફરી જીવો પાવન કર્યા;
          નીલકંઠ નામ ધરાવતાં હો...વંદન૦ ૨
વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યાં;
બ્રહ્મરૂપ તેજ કરી મોટા જોગી થયા;
          નિજ સ્વરૂપ સમજાવતાં હો...વંદન૦ ૩
લોજપુર ધામ રહી સર્જુદાસ કા’વિયા;
સર્વોપરી જ્ઞાન કહી સંતોને રિઝાવિયા;
          મુક્તાનંદ પ્રેમ થકી પૂજતાં હો...વંદન૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
વિશેષ નામ :
સંક્ષિપ્ત જીવન, લીલા, ચરિત્ર
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કિર્તનાવલી
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026