વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ; ૧/૧

રાગ : ગરબી

વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ;

બાંધ્યો આંબલીયા ડાળ, વાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ.

સોનાની સાંકળે બાંધ્યો રે હિં૦ રૂપકડાં બેચાર, વાલો મારો ...૧

મખમલ ગાદલાં નાખ્યાં રે, હિં૦ અતલસના ઓછાડ, વાલો મારો ...૨

ટેકે રે તકીયા મેલ્યા રે હિં૦ ગાલ મસુરીયા દાર, વાલો મારો ...૩

જરકસી જામા પેર્યા રે હિં૦ શેલામાં સોનેરી તાર, વાલો મારો ...૪

બાંયે બાજુ બંધ બેરખા રે હિં૦ હૈયે હજારી હાર, વાલો મારો ...૫

પાયે તે નેપુર શોભતાં રે હિં૦ ઝાંઝરનો ઝણકાર, વાલો મારો ...૬

પાયે પિરોજી મોજડી રે હિં૦ ચાલે ચટકતી ચાલ, વાલો મારો ...૭

બાંધ્યો હિંડોળો બાર બારણે રે હિં૦ કનક જડ્યા કમાડ, વાલો મારો ...૮

બાર સ્વરૂપે બિરાજતા રે હિં૦ સહજાનંદ ભગવાન, વાલો મારો ...૯

આનંદસ્વામી આરતી ઉતારતા રે હિં૦ પ્રેમાનંદ બલિહાર, વાલો મારો . ૧૦

મૂળ પદ

વડતાલની ફૂલવાડીયે રે હિંડોળો આંબાની ડાળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૬

વડતાલની ફૂલવાડીયે રે  (૪૬-૪૬)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
2
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
3
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૬
Studio
Audio
8
1