સખી જોને, હસી હળવે હરિવર ખાંત ધરી ખેલે ૧/૨

પદ-૯……………………………૧/૨.

પદ રાગ ચંદ્રહાસનો.

“થયા છો રે પતિ તેજ પ્યારી તનના” એ રાગ

સખી જોને, હસી હળવે હરિવર ખાંત ધરી ખેલે. (ટેક)

પ્રેમવતીનો કર પકડીને, નાચે શ્રીઘનશામ;

પગ ઠમકે, ઘણી ઘમકે, ધરા ધમકે , જોઇ ચમકે,

સખી રુમઝુમ રુમઝુમ નેપુર વાગે, રસિયો રંગરેલે. સખી… (૧)

થન થન થન થન નાચ કરીને, ચિત્ત હરે ચિત્તચોર;

બોલે કાલું, લાગે વા'લું તે નિહાલું, દુઃખ ટાળુ,

સખી ધર્મકુંવરને નિરખી , રતિપતિ માન સર્વ મેલે. સખી… (૨)

ઝબલું ને ટોપી શિર શોભે, કંઠે મોતી માળ;

ખભે પટકો, મુખ મટકો, કર લટકો, ઉર અટકો;

સખી મુજ સામું મરમાળે નિરખી, છળ કીધુ છેલે. સખી. (૩)

સુંથણલી પહેરી સોનેરી, ભારે ભભકાદાર;

રૂડી નાડી, ન છુપાડી, છે અગાડી, જોઉ દા'ડી,

સખી ફર ફર ફર ફર ફર ફૂદડી ફરતાં, તનના પટ ફેલે.સખી (૪)

બાળલીલા કરીને બહુનામી, હૈડામાં હરખાય;

સુખદાતા, જુએ માતા, જગત્રાતા, મુખગાતા,

સખી પ્રાણ હરિ પરવશ કીધાં છે, અમને અલબેલે. સખી. (૫)

વિશ્વવિહારીલાલજી અમને, આપો સુખ અખંડ;

બહુકાળ એ દયાળ, જીવો બાળ, પ્રતિપાળ,

સખી શિશ નમાવી આશિષ દઇએ ભામનિ થઇ ભેળે સખી. (૬)

મૂળ પદ

સખી જોને, હસી હળવે હરિવર ખાંત ધરી ખેલે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી