આજ સખી ઉન્મત્તગંગા તટ, ઉભા અવતારી.૧/૨

 પદ – ૧૩ ……………..૧/૨

!! ઉન્મત ગંગાના મહાત્મ વિષે. !!
“ સોન સમોવડ નથી નૃપ જગમાં, “ એ રાગ પ્રમાણે.
આજ સખી ઉન્મત્તગંગા તટ, ઉભા અવતારી.                          (ટેક)
અતિ નિરમળ જળ નિહાળે, તાપ તનના મનના ટાળેઃ
રીઝે વા'લો જોઇને વારી. આજ સખી.                                       (૧)
લાલનું મુખ જોઇ મન લોભે, સખા સાથે હરિવર શોભે;
ગાય છે ગુણવંત ગિરધારી. આજ સખી.                                   (૨)
કલંગી ફૂલની શિર કાજુ, બાંધિયા ફૂલના કર બાજુ;
સુમન છડી હસ્ત વિશે ધારી. આજ સખી.                                  (૩)
કેસર અરચા કીધી ભાલે, ધરી ફૂલમાળા મરમાળે;
ફૂલની સુંથણલી સારી. આજ સખી.                                          (૪)
ચારૂ ફૂલ ઝાંઝર છે ચરણે, શોભે શ્રીજી શામળ વરણે;
છબી બની વિશ્વથકી ન્યારી. આજ સખી.                                  (૫)
પ્રગટ મૂરતિ ધરી ગંગાજી, કરે સ્તુતિ ઉરમાં થઇ રાજી;
હશી બોલ્યા ત્યાં સુખકારી. આજ સખી.                                    (૬)
અહો ! ગંગા તુજમાં નહાશે, પ્રાણી તે અક્ષરમાં જાશે;
થઇશ કળિ મળ બળ હરનારી. આજ સખી.                             (૭)
તીરથ જગમાં સઘળાં જે છે, કોઇ તુજ તુલ્ય નહીં તે છે;
સદા તું તીર્થરાજ પ્યારી આજ સખી.                                       (૮)
શ્રીમુખ કહ્યો મહિમા બહુ એવો, કોણ છે ? સમરથ હરિ જેવો;
રઘુવીર સુત સુત બલિહારી. આજ સખી.                                (૯)
 

મૂળ પદ

આજ સખી ઉન્મત્તગંગા તટ, ઉભા અવતારી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી