ચાલો વ્રુંદાવનમાં સાહેલી સરવે મળીરે, ૩/૪

પદ - '૧૯ ……………૩/૪.
!! શ્રીકૃષ્ણ નારાયણ વિષે !!
 
ચાલો વ્રુંદાવનમાં સાહેલી સરવે મળીરે,રસિયા સાથે રમીએ રાસ આવો આજ;
સજની રજની આજની છે રળિયામણી રે,જુઓ શરદનો ચંદ્રમાં સોહામણો રે,
ફૂલ્યા વનવેલી વનમાં ઘણાજ;સજની રજની આજની છે રળિયામણી રે…. (ટેક)
જમનાજીના જળ તણા, તાજા જુઓ તરંગ,કમળ પોરણાં ઉપરે, ભલા ભમે છે ભૃંગ,
બંશી વાગે મીઠી લાગે મનમાં ઘણી રે,હસી બોલાવે છે વા'લો વૃજરાજ. સજની (૧)
મોર મુગટ શિરપર ધર્યો, મુખ મોરલી અભિરામ;મન વેધે બંશી વડે, જુઓ શ્રી ઘનશામ,
પ્રભુ સાથે રમીએ પ્રેમ આણી પ્રેમદા રે,કરીએ રાજી રાજી શ્રીજી શિરતાજ.  સજની. (૨)
મોહનજીના મીઠડા લઇએ વારંવાર;જેણે આપણ કારણે, ધર્યો મનુષ અવતાર,
ફરીએ ફુદડીએ પરમેશ્વર સાથે સહુ મળીરેજોઇ રાજી મનમાં થાય મહારાજ.  સજની. (૩)
તીખા સ્વરમાં તાન લઇ, ગાય ગોપીનો સાથ;કરે વખાણ કૃપાનિધિ, ગ્રહી ગોપીના હાથ.
તાથેઇ તાથેઇ તાથેઇ નાચે જનમાં નાથજીરે;ગુણિયલ ગાય કરીને મધુર અવાજ.  સજની. (૪)
ઝણણણણ વાગે ઝાલરો, ભણણણણ ભેરી થાય,ગણણણણ ગરગડે, સ્વર્ગ વિષે સંભળાય,
ઇંદ્ર ચંદ્ર આવી ફૂલતણી વૃષ્ટિ કરે રે,નિજ સાથે લઇને સુરનો સમાજ.  સજની. (૫)
નિર્મળ નભમાં ચંદ્રમાં, નિરમળ વન નિરધાર;નિરમળ નટવર નંદના, નિરમળ સહુ વ્રજનાર,
હરખી હરખી નિરખે મોહનજીના મુખને રે,ટાળે શામળિયો સહુના દીલડાની દાઝ.  સજની. (૬)
વૃજવાસી સાથે રમી, કપરો જીત્યો કામ;વિશ્વવિહારીલાલજી, સાર્થક ઠરિયું નામ.
વૃજચંદ એ આનંદકંદ મૂરતિ રે,કીધાં કરૂણ���ં કરીને કોટીક જનનાં કાજ.  સજની. (૭)
_______________________
સાર્થક = વિશ્વમાં અંતર્યામી શક્તિ વડે વિહાર કરનાર શ્રીહરિએ
કામદેવને રાસમાં જીત્યો, તેથી વિશ્વવિહારીલાલજી નામ સફળ થયું. 

મૂળ પદ

આજ અલબેલોજી મંદિર મારે આવિયા રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી