જુગતે જમાડે હરિને જુગતે જમાડે ૪/૪

જુગતે જમાડે હરિને, જુગતે જમાડે;
	માત જસોદા મોહનજીને, જુગતે જમાડે		-ટેક.
જગનો જીવન જમવા બેઠા, ગોપી સર્વે ઝાંખે;
	ચંદન કેરો પંખો લઈને, માતા વા નાખે		-માતા૦ ૧
શીરો પૂરી સેવ સેવૈયા, જલેબી તાજી;
	આરોગે અલબેલો બેઠા, રસિયોજી રાજી		-માતા૦ ૨
બહુ પ્રકારનાં શાક બનાવ્યાં, માંહી નાખેલ મસાલો;
	બ્રહ્માનંદ કે તૃપ્ત થઈને, ઊઠયા વ્રજજીવન વાલો	-માતા૦ ૩
 

મૂળ પદ

મહી માખણ માગે રે માવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી