આજ જ્ઞાનબાગમાં, વિરાજમાન બહુનામી;૨/૨

 પદ- ૨૬…………………૨/૨

આજ જ્ઞાનબાગમાં, વિરાજમાન બહુનામી;
અક્ષરના ધામી જેહ , સ્વામી સંત તણા છે. આજ.      (ટેક)
ચંપા ને ચંબેલી જાઇ જુઇ, દ્રાક્ષ મોગરાઓ ;
ગુલદાવદી અને ગુલાબ , ફૂલ્યા ઘણા છે.                આજ. (૧)
કોકિલાઓ કરે ગાન, સુણી રીઝે ગુણવાન;
વિકસ્યો વસંત ઋતુ, શોભાની શી મણા છે.
વિશ્વમાં વિહારીલાલ, વદે છે વાણી રસાળ;
ગુણ જેના ગાય છે, હજાર જેને ફણા છે.                    આજ. (૨)
______________________________________________
૧. હજાર જેને ફણા છે= શેષજી.
 

મૂળ પદ

આજ જ્ઞાનબાગમાંહિ શ્રી હરિ વિરાજમાન,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી