લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી ૧/૧

લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી...ટેક.
નારી નગરની આવી જળભરવા, તેણે નીરખ્યા ત્યાં નવલ વિહારી...૦૧
દુર્બળ દેહ દેખી દયા ઊપજી, નાથજી પ્રત્યે બોલી સહુ નારી...૦૨
બટુક તમે કિયે દેશ વસો છો, કોણ પિતા કોણ માત તમારી...૦૩
કેમ તજ્યું ઘરબાર કહોજી, રીસથી કે વૈરાગ્યે વિચારી...૦૪
કોમળ કમળ સમાન તનુ છે, દેખી દયા ઊપજે ઉર ભારી...૦૫
વિચર્યા હશો કેમ કરી મહાવનમાં, જેમાં વાઘ વરુ ભયકારી...૦૬
ભૂખડીમાં કોણ સુખડી દેતું, વિમળ કોણ પાતું હશે વારી...૦૭
ઝડીઓ પડે વરસાદની જ્યારે, કોણ ધરતું હશે છત્ર સંભારી...૦૮
આ તનને ઘટે શાલ દુશાલા, તે તમે વલ્કલ લીધાં છે ધારી...૦૯
કંચન ઝારી ઘટે જળ પીવા, તે તમે કરમાં ધરી છે કઠારી...૧૦
જે શિર ઉપર મુગટ શોભે, તે શિર પર જટા આપે વધારી...૧૧
વાહન હાથી ઘોડા ઘટે છે, મોજડી પણ તમે મેલી વિસારી...૧૨
વર્ણીજી વહાલા વિશેષ લાગો છો, જોઈ મૂર્તિ ઠરે વૃત્તિ અમારી...૧૩
બોલો બોલો બાળા બ્રહ્મચારી, આપ તણી છબી વિશ્વથી ન્યારી...૧૪
સૂરજ છો કે સદાશિવ છોજી, કે અક્ષરપતિ આવ્યા મુરારી...૧૫
જે પિતુ માત થકી તમે પ્રગટયા, ધન્ય ધન્ય તે જગમાં જયકારી...૧૬
ચાલો બટુક તમે ભુવન અમારે, જુગતે રસોઈ જમાડીશું સારી...૧૭
શોભા જોઈ તમારા શરીરની, કોટિક કામ તણી છબી હારી...૧૮
શાલીગ્રામનો બટવો ગળામાં, કર જપમાળ ધરી અઘહારી...૧૯
વિશ્વવિહારીલાલ અમારું, રક્ષણ કરજો સદા સુખકારી...૨૦
 

મૂળ પદ

લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી

મળતા રાગ

પીલુ

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

જયેશ સોની (સ્વરકાર)
માણકી રુમઝુમ આવે રમતી
Studio
Audio
0
0