ઉભા શ્રી ગોમતી તીરે, જુઓ પ્રભુ ઉભા શ્રી ગોમતી તીરે. ૧/૧

શ્રીજી મહારાજ વિષે.                         (રાગ આશા ગોડી)
ઉભા શ્રી ગોમતી તીરે, જુઓ પ્રભુ ઉભા શ્રી ગોમતી તીરે.  (ટેક)
શ્વેત વસન તન ઉપર રાજે, નાહ્યા છે નિરમળ નીરે. જુઓ.  (૧)
કેસર ચંદન અરચા કરી છે, અલબેલે આખે શરીરે. જુઓ.  (૨)
ફૂલના હાર ને ગજરા ધર્યા છે, રસિયાને શ્રી રઘુવીરે. જુઓ.  (૩)
શિતળ થાવા શ્રીજી સંબંધે, સેવ્યા છે પોતે સમીરે. જુઓ.  (૪)
મુનિજનના મન હરવા મોહન, ચાલે જુઓ ધીરે ધીરે. જુઓ.  (૫)
નિજ જનનાં મન મૂરતિથી અલગાં, થાતાં નથી લગીરે, જુઓ.  (૬)
મોહનનું મૂખ જોઇ મરમાળું, આશા અન્ય સમી રે. જુઓ.  (૭)
રઘુવીર સુત સુત હરિની મૂરતિ, જીવે ઉર ધરી રે. જુઓ.  (૮)
______________________
૧. સમીર= વાયુદેવ.

મૂળ પદ

ઉભા શ્રી ગોમતી તીરે, જુઓ પ્રભુ ઉભા શ્રી ગોમતી તીરે.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી