મુખ બતિયા કેસી કહી જાય રે, સુનહો મોરી સૈયાં સૈયાં .૧/૨

પદ- ૩૮ ……………૧/૨

શ્રીકૃષ્ણ નારાયણ વિષે.

( પદ રાગ કહેરવો, હિંદુસ્થાની ભાષા.)

મોરા બલમા ગવન લહે જાય રે, કરવદાંકી છૈયાં છૈયાં – ટેક.

કોઠે ઉપર કોઠડી રે, નિચે વહે દરિયાવ,

યા દરિયાવકી માછલી કોઇ બનસી, બજાય લહે જાય રે, કરવદાંકી”

(એ રાગ પ્રમાણે).

મુખ બતિયા કેસી કહી જાય રે,

સુનહો મોરી સૈયાં સૈયાં . (ટેક)

દધવા બેચન મૈં ચલી રે, ધરીકે ગગરિયાં શિશ;

બિંદ્રાવનકી કુંજમેં, મોહે આય મીલે જગદીશ રે.

સુનહો. (૧)

આય નિકટ મોસુ કપટ કરીકે, ફોર્યો મહિકો માટ;

શિરસેં પાઁવ લગ ભીંજ ગઇ, મોરા ચિત્તમેં લગાયો ઉચ્ચાટરે.

સુનહો. (૨)

ગગરી ફોરી મોરી બૈયાં મરોરી, કસ કચુંકી તોરી;

લે ગયો દુલરી૨ તિલરી ચોલરી, ચતુર કરીકે ચોરી રે.

સુનહો. (૩)

ખોલ ઘુંઘટ મેરો બદન વિલોક્યો, નેનકી સેંન લગાઇ.

ચિત્તવા ચોરી સટક ગયો સોતો, ઠઠોલીમેં કરીકે ઠગાઇ.

સુનહો. (૪)

ઘટમેં ઘાયલ મૈં ભઇ રે, અબ ન પરે કછું ચેન;

અવિનાશીકી ઉરમેં, રટના લગી દિન રેંન રે,

સુનહો. (૫)

સગરો સુખ સંસારકો રે, હીયતેં ભયો હે હરામ;

સ્મરણ રહે સુખકંદકો, અરુ રસના રટુ યાકો નામ રે.

સુનહો. (૬)

બન બન ઢુંઢત મૈં ફીરું રે, ચિત્ત મિલવેકી ચાહ;

ચૂક ગઇ નગરકો ડગરવા અંતરમેં દુઃખ અથાહ રે.

સુનહો. (૭)

કોઇ મિલાવે શામકું તો, શિશ કરું મૈં બક્ષીસ;

પ્રાન કે જીવન પ્રાન હેં, ઓ અખિલ ભુવનકે ઇશ રે.

સુનહો. (૮)

દુઃખ દે સો સુખરૂપ હે રે, સુખકી બાત કછુ ઓર;

મેરે હૈયાકો હાર હે રે, નવલ નંદકિશોર.

સુનહો. (૯)

ગુનસાગર ગોવિંદસે રે, પૂરન ભઇ હે પ્રીત;

વિશ્વવિહારીલાલજી, મેરી જાનત જીયરાકી રીત રે.

સુનહો. (૧૦)

૧. મુખવતિયાં = મુખની વાર્તા. ૨. દુલરી , તિલરી, ચોલરી= એક જાતનું

કંઠનું ઘરેણું, ૩. ડગર= માર્ગ. ૪. દુઃખદેસો સુખરૂપ હે- ખરા હરિજન

શ્રીજીની ઇચ્છાથી દેહે સંકટ પડે તેને પણ સુખરૂપ માની લે છે.

મૂળ પદ

મુખ બતિયા કેસી કહી જાય રે, સુનહો મોરી સૈયાં સૈયાં .

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી