કષ્ટ હરણ સૃષ્ટિ કરણ જય જગત્પતિ, ૧/૧

પદ- ૪૬ …………..૧/૧

શ્રીજી મહારાજની પ્રાર્થના વિષે.
પદ રાગ કલ્યાણ.
“મંગળકર, ભવભયહર, જય ઉમાપતિ.” (ત્રિવિક્રમ) એ રાગ પ્રમાણે.
કષ્ટ હરણ સૃષ્ટિ કરણ જય જગત્પતિ,
ગરૂડનાં ધણી તમારી છે ગહન ગતિ. કષ્ટ હરણ -  (ટેક)
શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં ધર્યા;
સિંધુતણા પૂત્રી સ્નેહ આણીને વર્યા;
કારજ નિજ ભક્તનાં કોટી તમે કર્યા.
શ્રીજી, રાજી, છોજી, -
ભક્ત ઉપર, શામસુંદર, કમળાવર, અદ્ભુતાકૃતિ. કષ્ટ હરણ -  (૧)
મંદ મંદ હાસ્યથી વિલાસને કરી;
દાસ તણા ત્રાસ ચહુપાસથી હરિ,
કાળ વિકરાળ રહે તમ થકી ડરી;
હેતે , - નિત્યે, -ચિત્તે, -
ધરી ઉર, પ્રેમપૂર, થી જરૂર; કરૂં વિનંતિ. કષ્ટ હરણ -  (૨)
વૃત્તાલયમાં તમે વિરાજમાન છો;
ગુણવાન જ્ઞાનનાં તમે નિધાન છો;
અભયદાન આપનારમાં મહાન છો;
ધાતા, -ત્રાતા, -જ્ઞાતા, -
પરમેશ્વર, સરવેશ્વર, દુઃખદૂરકર, ઉમંગથી અતિ. કષ્ટ હરણ -  (૩)
રઘુવીર સુત સુત સદા સ્નેહ આણિને;
ગાય ગુણ આપના વિવિધ વખાણીને;
જીવનરૂપ આપને જરૂર જાણીને;
રિદ્ધિ, -સિદ્ધિ, -બુદ્ધિ, -
અભરાભર, અજરામર, તુજ પદપર; રાખું મુજમતિ. કષ્ટ હરણ -  (૪)
_________________________________________________
૧. સિંધુતણા પૂત્રી= શ્રીલક્ષ્મીજી.

મૂળ પદ

કષ્ટ હરણ સૃષ્ટિ કરણ જય જગત્પતિ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી