પ્રીતમ જોઇને આનંદ થયો આજ સખી;૧/૨

પદ-૪૯ ………………૧/૨

શ્રીકૃષ્ણનારાયણ વિષે.

(રાગ કહેરવો ત્રિવિક્રમમાં ગવાતી ઢબનો)

“તરૂણ વયમાં, દિસે છે સકોમળ કેવા” એ રાગ પ્રમાણે )

પ્રીતમ જોઇને આનંદ થયો આજ સખી;

લાલાજીનુ મુખ લખી,

રહી રતિએ ન દખી,

નથી પ્રિય પ્યારા પખી,

જીવું નિશદિન જખી,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - પ્રીતમ જોઇને. (૧)

કામણગારાં લોચનીયાં તીખાં બાણ જેવાં

મળે ઉપમા ન એવાં,

ટાળે દુઃખ માત્ર તેવાં,

ધરી ઉર એવાં લેવાં,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - પ્રીતમ જોઇને. (૨)

રંગ રસીઓ રસીક સખી કેવા દીસે;

જાણે રતિભૂપ હશે,

મુખે મંદ મંદ હસે;

મોહની એની મૂર્તિ વિષે,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - પ્રીતમ જોઇને. (૩)

ભગવત સુતને શ્રીજી અનેક સુખ આપો;

કઠણ મહા કષ્ટ કાપો;

હેતે શિર હાથ થાપો

છાતી વિષે ચર્ણ છાપો,

રેહાં !-રેહાં ! -રેહાં ! -રેહાં ! - પ્રીતમ જોઇને. (૪)

મૂળ પદ

પ્રીતમ જોઇને આનંદ થયો આજ સખી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી