આજે નટવરજીને નિરખી, હરખ ઉરે અતિ રે; ૧/૧

 પદ -૫૩ ………………૧/૧

અષ્ટ અક્ષર મુક્તની સભા સહિત શ્રી હરિના દર્શન.
(પદ રાગ સોરઠ)
રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે --એ રાગ .
આજે નટવરજીને નિરખી, હરખ ઉરે અતિ રે; આજે નટવરજી. (ટેક)
શ્રી વૃતાલયમાં અલબેલો, જોવા લાયક છેલ છબીલો;
મૂરતી જોઇ મુઝાણી, મનમથથી મતિરે. આજે નટવરજી.            (૧)
રવિ શશી કોટીક રોમ વિષે છે, શીતળ તેજ અપાર દિસે છે,
અલબેલાની શોભે ઉત્તમ આકૃતિ રે. આજે નટવરજી.                  (૨)
અક્ષર મુક્ત અપાર સમીપે, દિવ્ય અનોપમ દેહથી દીપે;
મુજ આંખ્યો નિરખતાં, તૃપ્ત નથી થતી રે. આજે નટવરજી.         (૩)
નિરમળ જળની કર ધરી ઝારી; મહા મોટા મુળજી બ્રહ્મચારી;
ઉભા શ્રીહરિ આગે, ઉચરે વિનતિરે. આજે નટવરજી.                   (૪)
સદ‌્ગુરુ ગોપાળાનંદસ્વામી, નિત્યાનંદ મહા નિષ્કામી;
હસ્તગ્રહી હરિજીના, ગુણવંત કરે ગતિ રે. આજે નટવરજી.          (૫)
ગુણાતીતાનંદ મહામુનિ ધ્યાની, શ્રીહરિનું મન શુકમુનિ જ્ઞાની;
બેઉ મળી ઉતારે, હરિની આરતી રે. આજે નટવરજી.                  (૬)
મુક્ત મુનિ પ્રેમાનંદસ્વામી; ગાય હરિના ગુણ મુદ પામી;
બ્રહ્મ મુનિ રીઝાવે, કરીને નવી કૃતિ રે. આજે નટવરજી.               (૭)
વસ્ત્રાભૂષણ ઉત્તમ અંગે; ધાર્યા શ્રીહરિએ ઉછરંગે;
મંદ મંદ મુખ હસતા, ઉપજાવે રતિ રે. આજે નટવરજી.               (૮)
ભગવત સુતના ભય હરનારા, આચારજ પદના દેનારા;
કરુણા કરીને પ્રગટ મળ્યા, કમળાપતિ રે. આજે નટવરજી.          (૯)
_____________________________________________________
૧. મનમથ= કામદેવ., મુક્તમુનિ= સદ્‌ગુરુ શ્રીમુક્તાનંદ સ્વામી.
 

 

મૂળ પદ

આજે નટવરજીને નિરખી, હરખ ઉરે અતિ રે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0