આજ સખી ઉન્મત્ત ગંગા તટ, અવલોક્યા અક્ષરધામી, ૧/૧

  પદ- ૫૯ ……………………૧/૧

ઉન્મત્ત ગંગા વિષે
“નિર્બળ શત્રુ સબળ રાજપર, આજ ચઢીને આવે છે” એ રાગ પ્રમાણે.
આજ સખી ઉન્મત્ત ગંગા તટ, અવલોક્યા અક્ષરધામી,
શ્રી ઘનશામ સકળ જગસ્વામી, બળવંતા છે બહુનામી.          આજ સખી. (ટેક)
સાથે સંત બ્રહ્મચારી, ઉભા રહ્યા અવતારી;
અતિ નેહને વધારી, જુએ નિરમળ વારી,                               આજ સખી. (૧)
શિશ સુમનની પાઘ, ઝૂકી રહી વામ ભાગ;
ધર્યાં છોગા જોયા લાગ, વધે આનંદ અથાગ.                        આજ સખી. (૨)
કંઠે ફૂલતણી માળ, હાથે છડી છે રસાળ;
જામો જરીનો વિશાળ, જેની ચળકતી ચાળ.                          આજ સખી. (૩)
ચરણે ઝાંઝર નવીન, લાખો લોક મન લીન;
તેને જોવા થાઉં દીન, થઇ રાત દી આધિન.                           આજ સખી. (૪)
નાથ ગંગાને કિનારે, કરે લીલા ભારે ભારે;
તેને જોઇ જે સંભારે, ચઢે પ્રભુ એની વા'રે.                              આજ સખી. (૫)
વિશ્વવિહારીજીલાલ, જોયા દિલના દયાળ;
લે છે આપણી સંભાળ, એવા પૂરા પ્રતિપાળ.                          આજ સખી. (૬)

 

મૂળ પદ

આજ સખી ઉન્મત્ત ગંગા તટ, અવલોક્યા અક્ષરધામી,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી