વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા; ૧/૧

પદ- ૬૧ …………………૧/૧

એકાંતિક ધર્મના ઉપદેશ વિષે.

( રાગ કલ્યાણ , તાલ દાદરા)

વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા;

મોક્ષ પામવા, સુખેથી ધામમાં જવા. વિવેકી. (ટેક)

આત્મજ્ઞાની સંતનો, પ્રસંગ જો બને;

તો જરૂર પ્રગટ હરિ, મેળવે તને. વિવેકી. (૧)

પ્રગટ અગ્નિથી બને, રસોઇ તો નવી;

અંધકાર જાય, પ્રગટ થાય જો રવિ; વિવેકી.(૨)

પ્રગટ અડદથી વડાં, બને મળે યદી;

વાતથી વડાં બની, શકે નહીં ક્દી. વિવેકી.(૩)

તેમ પ્રગટ સંત, પ્રગટ શ્રી હરિ મળે;

જન્મ અને મરણ તણું, દુઃખ તો ટળે. વિવેકી.(૪)

ધર્મ જ્ઞાન ભક્તિને , વૈરાગ્ય જે વિષે;

એવાં સંત સેવતાં જ, મોક્ષ તો થશે. વિવેકી.(૫)

વારિને વલોવે માખણ, ક્યાં થકી મળે;

તેમ વેશધારી થકી, પાપ શું ? બળે. વિવેકી.(૬)

રેતીને પિલાવે ક્યાંથી, તેલ નીકળે;

ઢોંગી, ધૂર્ત ગુરુ સેવે તારું શું ? વળે. વિવેકી.(૭)

સદ‌્ગુરુ જરૂર, ઓળખાય લક્ષણે;

બ્રહ્મનિષ્ટ સેવતા જ, કાર્ય તો બણે. વિવેકી.(૮)

વિષય તણો ત્યાગ થાય, હૃદય ઉઘડે;

જરૂર એહને પ્રસંગે, મોક્ષ તો જડે. વિવેકી.(૯)

વાંઝણી ધેનુથી દૂધ, ક્યાંથી પામશો;

ધર્મહીન સંત સેવી, ક્યાં ? પછી જશો. વિવેકી.(૧૦)

દેવતાને દૂર્લભ, સતસંગ પામીને;

ખચિત ટાળજો. વિવેકી સકળ પ્રાણીને. વિવેકી.(૧૧)

શ્રીહરિના પુત્ર પૌત્ર, વચન જે વદે;

લક્ષ આણી દક્ષ સકળ, ધારજો હૃદે. વિવેકી.(૧૨)

__________________________________________

યદી= જો,

મૂળ પદ

વિવેકી પ્રાણી કર વિચાર, મોક્ષ પામવા;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી