કોઇ શ્રીજી સમીપે જાઓ રે, કહેજો વાતડી રે પ્રેમની; ૧/૧

પદ -૬૬ ………………………૧/૧
શ્રીજીમહારાજને અતિકષ્ટમાં વિજ્ઞપ્તિ
“મીઠડા ગોરસ લ્યોરે ગોરસ લ્યો.” એ રાગ પ્રમાણે.
 
કોઇ શ્રીજી સમીપે જાઓ રે, કહેજો વાતડી રે પ્રેમની; કોઇ શ્રીજી. (ટેક)
પહેલી પ્રીત જણાવીને, બળવંતે ઝાલ્યાં બાંહ્ય;
તરછોડ્યાં પછી ત્રિકમા, નાખ્યાં દુઃખ દરિયાની માંહ્ય રે. કહેજો વાતડી રે (૧)
પ્રેમી કેરા પ્રાણ છો, પ્રેમીના આધાર;
પ્રેમી હોય તે ઓળખે, છો પ્રેમી તે ધર્મકુમાર રે. કહેજો વાતડી રે (૨)
સદા સંગાથે રાખતાં, દીનને દીનાનાથ,
રણવગડામાં આ સમે, મેલી ચાલ્યા અમારો સાથ રે. કહેજો વાતડી રે (૩)
કુટિલ હૃદયની કંસની , દાસી કુબજા નામ;
તે વશ થઇ ત્રિભુવન ધણી, તમે ત્યાગ્યું આ ગોકુળ ગામ રે. કહેજો વાતડી રે (૪)
કેશવ કુબજા વસ તમે, વરતો છો દિનરાત;
કોડિલા વર કાનજી, તમે ના જોઇ જાત કુજાત રે. કહેજો વાતડી રે (૫)
જેમ જેમ તમ સાથે અમે, પ્રીતમ જોડી પ્રીત;
તેમ તેમ ત્રિકમજી તમે, થયા નાથ નમેરા ખચિત રે. કહેજો વાતડી રે (૬)
અમૃત રસને પાઇને, ઉછેર્યાં અલબેલ;
ઝાઝું જીવન ઝેર તે, છેક પાઓમાં હવે છેલ રે. કહેજો વાતડી રે (૭)
ફાવે તેમ તમે કરો, મારો જીવાડો નાથ;
ઉરથી અલગા નહીં કરું, જેમ મચ્છને જળ સુખપાથ રે. કહેજો વાતડી રે (૮)
ભગવત સુતને સાંભરે, શામળિયા તવ સ્નેહ;
દિનદિન પ્રત્યે દેહમાં, મુને ઉપજ્યો વ્યાધિ એહ રે. કહેજો વાતડી રે (૯) 

મૂળ પદ

કોઇ શ્રીજી સમીપે જાઓ રે, કહેજો વાતડી રે પ્રેમની;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી