સતશાસ્ત્રની વિગતિ કહું, સુણજો સ્નેહ ધરી તમે સહુ; ૧/૧

પદ-૬૮ ……………………..૧/૧

સચ્છાસ્ત્રના લક્ષણ વિશે.

(વૈતાળિય છંદ.)

સતશાસ્ત્રની વિગતિ કહું,

સુણજો સ્નેહ ધરી તમે સહુ;

સુણીયે સદગ્રંથ સાદ રે,

ઉપજે જ્ઞાન અખંડ અંતરે. (૧)

પશુ ઘાત કહી ન જે વિષે,

સુસદાચાર લખેલ તો દિસે;

બહુ જ્ઞાન વિનોદ આણીએ,

શુભ તે તો સતશાસ્ત્ર જાણીએ. (૨)

લખી મોક્ષ ગતિ પવિત્ર છે,

હિતકારી હરિના ચરિત્ર છે;

શ્રુતિમાર્ગ વળી વખાણીએ,

શુભ તે તો સતશાસ્ત્ર જાણીએ. (૩)

અગણિત સુબોધ ઉચર્યા,

વિનતાની નહીં વારતા જરા;

હિત તે કરતાં અનંતનું.

સુણી રાજી મન થાય સંતનું. (૪)

કદી પ્રાચીન ગ્રંથ હોય તે

કદી અર્વાચીન હોય તોય તે;

સર્વોપરિ સર્વ શાસ્ત્રથી,

ઉર શાંતિ ઉપજે જ એહથી. (૫)

__________________________________

શ્રુતિમાર્ગ= વેદમાં કહેલો સનાતન ધર્મ, જેમા વર્ણવેલો હોય તે.

વિનતા= વનિતા, સ્ત્રી. પ્રાચીન = મુનિકૃત.

અર્વાચીન = હાલના કવિનો કરેલો ગ્રંથ.

મૂળ પદ

સતશાસ્ત્રની વિગતિ કહું, સુણજો સ્નેહ ધરી તમે સહુ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી