સખી નટવર ધરમ કુમાર, મેલીને મને આજ ગયારે, ત્યાગી દયા, ૧/૧

પદ – ૭૦ ………………..૧/૧

શ્રીજી મહારાજના વિયોગ વિષે.

(સ્વેચ્છા રાગ)

સખી નટવર ધરમ કુમાર,

મેલીને મને આજ ગયારે, ત્યાગી દયા, સખી. (ટેક)

થરથર કાયા થાય છે, ખર ખર આંસુ ધાર,

ચરચર ઉરમાં હરઘડી, દુઃખનો વાર ન પાર.

દરદ દિલ થાય, દિવસ કેમ જાય ? કરું શું ઉપાય?

હરિવર કઠણ થયા રે ત્યાગી દયા. સખી. (૧)

જેના પુણ્ય પ્રતાપથી અગણિત પામ્યા સુખ;

તે આ વેળા કઠણ થઇ, દામોદર દે દુઃખ;

ઘટાડ્યું હેત તજીને નિકેત, સુસ્નેહ સમેત,

રાખ્યા નહીં નાથ રહ્યા રે ત્યાગી દયા. સખી નટવર. (૨)

અમૃત પાઇ ઉછેરિયાં, ઘણા લડાવ્યાં લાડ;

શ્રીજી જતાં શિર ઉગિયાં, ઝાઝાં દુઃખના ઝાડ.

સખી ઘનશામ, કરે શું ? આમ તજી મુજ ધામ,

વેરણને સંગ વહ્યા રે ત્યાગી દયા. સખી નટવર. (૩)

અશરણ શરણના ચરણની, અખંડ મારે આશ;

એહ વિના આ લોકથી, અંતર અધિક ઉદાશ.

મળી મહારાજ, સરે સૌ કાજ, હરે મુજ દાઝ,

જતાં જે બોલ કહ્યાં રે ત્યાગી દયા . સખી નટવર. (૪)

વિશ્વવિહારીલાલજી, સકળ કળા ગુણ જાણ;

એ મારા દુઃખથી જરા, કદી નહીં હોય અજાણ,

દિવસ અને રાત, વિનવિ નરભ્રાત, સ્મરું હું સાક્ષાત્,

ગુણવંત જાણી ગ્રહ્યા રે ત્યાગી દયા, સખી નટવર. (૫)

__________________________________________

નિકેત= સ્થાન, નરભ્રાત= નરવીર=નરનારાયણ દેવ.

મૂળ પદ

સખી નટવર ધરમ કુમાર, મેલીને મને આજ ગયારે, ત્યાગી દયા,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી