કમલાવર ઉઠો તો કાજુ નિરખું વદન તમારું રે ૧/૪

કમલાવર ઊઠો તો કાજુ, નિરખું વદન તમારું રે;
	મહા મનોહર નૌતમ મૂરતિ, લઈ અંતરમાં ધારું રે	...કમલા૦ ૧
કંચન કેરી ઝારી માંહી, નીર ભર્યું અતિ સારું રે;
	દાતણ કરો હરો સર્વે દુ:ખડાં, આપો સુખ જગન્યારું રે...કમલા૦ ૨
હરિજન કેરું જૂથ હરખ કરી, આવી ઊભું બારું રે;
	જાગો તો જગજીવન જુગતે, આરતડી ઉતારું રે	...કમલા૦ ૩
વદનકમળ જોવા વહાલમજી, મનડું તલખે મારું રે;
	પ્રાણજીવન સર્વે તમ ઉપર, બ્રહ્માનંદ કહે વારું રે	...કમલા૦ ૪
 

મૂળ પદ

કમલાવર ઉઠો તો કાજુ

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી