મધ્યતણું મંદિર જે કહેવાય રે, ૨/૫

પદ- ૮૨ ………………૨/૫

મધ્યતણું મંદિર જે કહેવાય રે,

તેમાં શોભે શ્રીકૃષ્ણ બળદેવરાય રે, (ટેક)

રેવતિજી રાજે છે રૂપ રસાળ રે,

જમણા કરે ધરી રૂડી ફૂલમાળ રે. (૧)

ડાબા કર વિષે કંચનની ઝારી રે;

રાજી કરવા પ્રભુજીને રહ્યા ધારી રે. (૨)

બાળ હરિકૃષ્ણજી કેરું સ્વરૂપ રે;

શોભે લાલજીને જોડે સુખરૂપ રે. (૩)

બળભદ્ર શાન્ત સ્વરૂપ છે શુદ્ધ રે,

હાથ વિષે હળ મુશળ આયુદ્ધ રે. (૪)

શોભે છે શ્રીકૃષ્ણજી સદા કિશોર રે;

એ છે વાલો વિશ્વવિહારી ચિત્ત ચોર રે. (૫)

મૂળ પદ

ભરુચમાં જોયા મેં ભવભયહારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી