સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે, ૧/૪

પદ-૮૭ ………………..૧/૪

હૃદયરૂપી મંદિરમાં પરમેશ્વરને

પધરાવવાની વિનંતિ વિષે.

સખી કારતક માસે કંથ – એ રાગ

“સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે,

હરિ શો છે ? હમારો વાંક નાવ્યા ફરીને રે.” એ રાગ

સખી અંતરની કહું વાત, આજ હરિને રે;

આવો મંદિરમાં મહારાજ, મહેર કરીને રે. (ટેક)

તમ વિના ત્રિભુવનરાય , સુના ફરીએ રે;

કહો અંતરમાં કેઇ પેર , ધીરજ ધરીએ ર. (૧)

નથી ગમતું ઘરનું કામ, અધિક ઉચ્ચાટે રે;

દયા લાવીને દીનાનાથ, પધારો તે માટે રે. (૨)

તમ વિના સુંદર સેજ , શૂળી જેવી રે;

વગડાથી ભુંડી ભૂખ, હવેલી એવી રે. (૩)

છો બાળ સનેહી નાથ, નહીં વિસારો રે;

ભગવત સુતનાં મહારાજ, મહોલે પધારો રે. (૪)

મૂળ પદ

સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી