એથી પૂરણ સુખને પામીએ રે લોલ; ૧/૧

પદ -૯૫ ……………………..
એથી પૂરણ સુખને પામીએ રે લોલ;
વળી રીઝે શ્રી ભગવાન, સત્સંગી. ઢાલ. (૧)
જ્યારે આવે આપત્કાળ કારમો રે લોલ,
ત્યારે સંભારીએ ઇષ્ટદેવ; સત્સંગી. ઢાલ ધીરજની.
ગુણ ગાઇએ હરિના ગણી ગણી રે લોલ,
ટળે દુઃખ તેથી તત્ખેવ. સત્સંગી. ઢાલ (૨)
જ્યારે આપત્કાળ આવી પડે રે લોલ,
થાય મિત્ર તે શત્રુ સમાન, સત્સંગી. ઢાલ ધીરજની.
સારા કાળમાં આવી તે સેવતા રે લોલ;
તેહ અધિક કરે અપમાન, સત્સંગી. ઢાલ (૩)
જુઓ રૂડો હરિશ્ચંદ્ર રાજવી રે લોલ,
તે તો વેચાયો ચંડાલ ઘેર, સત્સંગી. ઢાલ ધીરજની.
નળ દમયંતીએ દુઃખ ભોગવ્યા રે લોલ,
વસ્યાં વગડામાં તજી શહેર, સત્સંગી. ઢાલ (૪)
જુઓ દરિયે હરિને દીધી દિકરી રે લોલ,
દીધાં દેવને ચૌદે રત્ન, સત્સંગી. ઢાલ ધીરજની.
પણ જ્યારે અગસ્તજી પી ગયા રે લોલ,
ત્યારે કીધો ન કોઇએ પ્રયત્ન, સત્સંગી. ઢાલ (૫)
જુઓ પાંડવ પ્રભુને વા'લા અતિરે લોલ,
તે પૂરણ થયા દુઃખ પાત્ર, સત્સંગી. ઢાલ ધીરજની.
એવા એવાને દુઃખ આવી પડ્યાં રે લોલ,
ત્યારે આપણ તે કોણ માત્ર. સત્સંગી. ઢાલ (૬)
રઘુવીર સુત સુત એમ ઉચ્ચરે રે લોલ,
સ્નેહે સાંભળો સજ્જન વૃંદ; સત્સંગી. ઢાલ ધીરજની.
એવા આપત્કાળમાં ધીરજ ધરી રે લોલ,
સદા સ્મરીએ શ્રીવૃષકુળચંદ , સત્સંગી. ઢાલ (૭)
___________________________________________
જુઓ દરિયે હરિને દીધી દિકરી રે લોલ= મતલબ કે સમુદ્રે પ્રભુને
પુત્રી પરણાવી તથા સર્વ દેવને બાકીના રત્નો આપ્યા.પણ ઇલ્વણ
નામે દૈત્ય ) પોતામાં જ્યારે સંતાયો, ત્યારે અગસ્ત મુનિ કોપ કરીને
સમુદ્રનુ પાન કરી ગયા તે સમે કોઇએ સહાય કરી નહિં. 
 

મૂળ પદ

એથી પૂરણ સુખને પામીએ રે લોલ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી