અરર ઓ પ્રભુ ! કાજ આ કરો, ૧/૧

 પદ – ૧૦૦ ………………..૧/૧

શ્રીજી મહારજની પ્રાર્થના વિષે.
નમન હું કરું વિશ્વપાલને- એ રાગ
(રાગ લલિત છંદ)
અરર ઓ પ્રભુ ! કાજ આ કરો,
દુઃખ વિયોગનુ દિલમાં ધરો;
તમ વિના અમે દુઃખી રે ! અતિ,
તમ વિના નથી , અન્ય રે ગતિ.          (૧)
સુખદ આપને, એક જાણિયે,
અધિક સ્ન્નેહતો, ઉર આણિયે;
તદપિ રે હરિ ! કઠણ શું ? થયા,
દિલ થકી જ રે ! શું ? તજી દયા.         (૨)
જળ વિના જુઓ, મચ્છ તરફડે,
તુજ વિયોગથી, દુઃખ બહુ પડે;
કઠણ છાતડી, નથી જ ફાટતી,
ઘડી ઘડી અરે ! મુઝાય છે મતિ.         (૩)
સકળ વિશ્વનાં જીવન રૂપ છો,
ભુવન કોટીના આપ ભૂપ છો;
વિશ્વવિહારીજી, સુખ સર્વદા,
આપો સ્નેહથી ટાળી આપદા.               (૪)
 

મૂળ પદ

અરર ઓ પ્રભુ ! કાજ આ કરો,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી