હે હરિ ! હરિ ! પ્રભુ કરુણા કરી ૧/૧

હે હરિ ! હરિ ! પ્રભુ કરુણા કરી;
	નરનારી ઉગારવાને, નર તનુ ધરી		...હે હરિ૦ ટેક.
અક્ષરધામી છો બહુનામી, સ્વતંત્ર સર્વાધાર;
	કળીમળ બળ જે પ્રબળ થયો હરિ, તેના છો હરનાર	...હે હરિ૦ ૧
અસુર અધર્મી મહા કુકર્મી, દેતા જનને દુ:ખ;
	મૂળથી તેનાં કુળ ઉખેડી, સંતને દીધાં સુખ	...હે હરિ૦ ૨
વાદી હરાવ્યા બંધ કરાવ્યા, હિંસામય બહુ જાગ;
	દારૂ માટી ચોરી અવેરી, તેહ કરાવ્યાં ત્યાગ	...હે હરિ૦ ૩
પાળ ધર્મની આજ સુબાંધી, લીધી અરિની લાજ;
	ધન ત્રિય ત્યાગી સાધુ કીધા, સર્વોપરી મહારાજ	...હે હરિ૦ ૪
વિશ્વવિહારી અજ અવિકારી, અવતારી અલબેલ;
	કલ્પતરુ છો સુખ દેવામાં, છોગાળા રંગછેલ	...હે હરિ૦ ૫
 

મૂળ પદ

હે હરિ ! હરિ ! પ્રભુ કરુણા કરી

મળતા રાગ

કલ્યાણ

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

પ્રાર્થના
Studio
Audio
0
0