ઉદ્ધવ કૃષ્ણ ધૂતારે અમને, છળ કરી છેતરિયાં, ૧/૧

પદ- ૧૦૩ ……………………૧/૧

પરમેશ્વરને ઉપાલંભ
“ સોન સમોવડ નથી ન્રુપ જગમાં; “ એ રાગ પ્રમાણે.
ઉદ્ધવ કૃષ્ણ ધૂતારે અમને, છળ કરી છેતરિયાં,  ઉદ્ધવ. (ટેક)
મીઠું મીઠું મુખથી બોલી, હૈયામા સળગાવી હોળી;
કપટથી કાળજ કોતરિયાં.  ઉદ્ધવ. (૧)
કૃષ્ણના અંતરમાં કાતી, કઠણ છે વજ્ર જેવી છાતી;
ધકેલી કૂવામાં ધરિયાં.  ઉદ્ધવ. (૨)
કદી વિશ્વાસ નહીં કરજો, ઉદ્ધવજી એહ થકી ડરજો;
કોણ …………………  ઉદ્ધવ. (૩)
બોલ ખોટા ઉરમાં લાવી, ઉદ્ધવ તરછોડ્યાં બોલાવી;
નવા જોઇ જુના પરહરિયા.  ઉદ્ધવ. (૪)
આંસુ કલ્પ્યાથી જે પડિયાં, કૃષ્ણના ચરન વિષે અડિયા.
રોષ તજો એવું ઉચરિયા.  ઉદ્ધવ. (૫)
જુઓ વિશ્વવિહારીલાલે, કપટ કર્યુ પ્રગટ તે આ કાળે;
ડામ ઉપર ભરિયાં મરિયાં .  ઉદ્ધવ. (૬)

મૂળ પદ

ઉદ્ધવ કૃષ્ણ ધૂતારે અમને, છળ કરી છેતરિયાં,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી