વા’લા અબળા ઉપર અલબેલ, શીદને રીસાયા રે;૨/૨

પદ- ૧૦૫ ………………….૨/૨

શ્રીજી મહારાજ વિષે

વા'લા અબળા ઉપર અલબેલ, શીદને રીસાયા રે;

અમને છોગાળા રંગછેલ, લાગી તુજ માયા રે. (ટેક)

મુજ હૈડાના હાર છો રે, નેણાં તણા શણગાર;

પ્રીતમ જીવન પ્રાન છો, સુંદર ધર્મકુમાર. શીદને. (૧)

હાલર૧ કેરી લાકડી રે, તજતા ત્યાગે દેહ;

આપ સંગાતે એ રીતે રે , મેં શામળા બાંધ્યો છે સ્નેહ. શીદને. (૨)

જુરાફની૨ જોડી જુદીરે , પડતાં પાડે પ્રાણ;

ક્ષણ પળ અળગા ના થશો, શ્રીહરિ શામ સુજાણ. શીદને.(૩)

એક તમારે કારને રે, વહાલા થઇ છું વેચાણ;

આપ સાથે આવી મળી, એતો આગળની ઓલખાણ. શીદને. (૪)

સુખ આપો નિત્ય શામલા રે, દૂર કરો સહુ દુઃખ;

હૈડું હરખે હેતમાં, જીવન જોઇ તમારું મુખ. શીદને. (૫)

અવગુણને ગુણ અમ તણા રે, અલગા કરી અલબેલ,

વિશ્વવિહારીલાલજી, આવો છોગાળા રંગછેલ. શીદને. (૬)

_____________________________________________________

(૧) હાલર= એ પક્ષી છે તેને હદિયલકાઠી કહે છે, તેનું બચ્ચું ઉડવા શીખે છે

ત્યારે માળામાંથી કાષ્ઠનો કટકો પગમાં રાખે છે, તેને મરણ સુધી મુકતું

નથી.,

(૨) જુરાફ= એ એક જાતનુ પક્ષી હોય છે તેનો જન્મ નરમાદાની સાથે

થાય છે, તેઓના પગના આંકડા બેઉના એક એક સાથે જોડાય છે, તેમનું જોડું

છુટું પાડતાં , બેઉ પ્રાણનો ત્યાગ કરે છે, માટે દૃષ્ટાંત આપ્યું છે.

મૂળ પદ

હાંરે ! જાણ્યા જાણ્યા રે ધૂતારાના ઢંગ, ઉદ્ધવ જઇ કહેજો રે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી