કારજ શુભ કરવા રે, અમારા કારજ શુભ કરવા;૧/૨

પદ -૧૧૪..........................૧/૨
શ્રીજી મહારાજનો આશ્રય કરવા વિષે.
(રાગ ઇંદ્રસભાની ગઝલનો)
 
કારજ શુભ કરવા રે, અમારા કારજ શુભ કરવા;
મોહનજી મુજ મહોલે પધારો, કારજ શુભ કરવા.           (ટેક)
નિજ જન જાણી, દયા ઉર આણી, હરકત હરવા;
ભાવ સહિત ભૂદરજી આવો, અમૃત રસ ઝરવા. કારજ.    (૧)
અશરણ શરણ છે ચરણ તમારાં, ઠીક થઇ ઠરવા;
બીરદ તમારું નાવ અમારું , ભવજળ ઉતરવા. કારજ.     (૨)
આપ મળ્યા સૌ તાપ ટળ્યા, વળી ગુણ મળ્યા ગરવા;
વંકા શિર ડંકા પ્રભુ દીધા, આશ્રય અનુસરવા. કારજ       (૩)
શોભા ધામ અકામ તમોને, અંતરમાં ધરવા;
રાત દિવસ રટના લાગી છે, વિઠ્ઠલ વર વરવા. કારજ.    (૪)
અંગ ઉમંગથી રંગ ચડ્યો છે , સનમુખ ડગ ભરવા;
કામ, ક્રોધ, મદ, મોહ બિચારા, શું ? કરશે ખરવા. કારજ.  (૫)
આપ રૂપે પ્રભુ અખુટ ધન છે, મારે વાવરવા;
રઘુવીરજીસુત સુત તમારી, સેવા આચરવા. કારજ         (૬) 

મૂળ પદ

કારજ શુભ કરવા રે, અમારા કારજ શુભ કરવા;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી