નેણામાં નિત્ય રાખું, નંદદુલારા રે;૧/૨

પદ – ૧૧૮ …………………..૧/૨

શ્રીજી મહારાજ વિષે

(રાગ રેખતો)

“ નેનુસેં સાંવરેને જાદુ ડારા, ” એ રાગ પ્રમાણે.

નેણામાં નિત્ય રાખું, નંદદુલારા રે; (ટેક)

છેલછબીલા રૂડા રંગીલા;

પ્રીતમ લાગો છો બહુ પ્યારા. નેણાં. (૧)

અંગો અંગ છબી અજબ બની છે;

મોહન મન હરનારા. નેણાં. (૨)

કાળજડું મારું કોરે છે;

તારા આંખ તણા અણસારા. નેણાં. (૩)

કંથ કપટના બોલ કહ્યા છે;

કહો કેમ એ વિસરનારા. નેણાં. (૪)

પ્રાણજીવન જ્યારે નહીં પેખું;

આંખે વહે છે આંસુધારા. નેણાં. (૫)

ભગવત સુત કહે મુજ દ્રષ્ટિથી;

નાથ નહીં મેલુ કદી ન્યારા. નેણાં. (૬)

મૂળ પદ

નેણામાં નિત્ય રાખું, નંદદુલારા રે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી