વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી ૧/૧

વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મુરારી;
	શંખ ચક્ર કર કમળ ગદાધર, કમળાવર સુખકારી	...વાસુ૦ ૧
માધવ મુકુંદ માવ મધુસુદન, અક્ષરપર અવિનાશી;
	રાધારમણ રમાપતિ રાઘવ, ઋષિકેશ સુખરાશી	...વાસુ૦ ૨
પ્રાણનાથ પુરુષોત્તમ પૂરણ, પ્રભુ પૂરણ અપારા;
	પુંડરીકદૃગ પાળ પુરાતન, પીતાંબર જગપ્યારા	...વાસુ૦ ૩
નરભ્રાતા નરસિંહ નિરંજન, નાથ નીડર બહુનામી;
	તપફળ તપકારક તપવલ્લભ, ધરનીધર ચિદ્ધામી	...વાસુ૦ ૪
વામન વિશ્વાધાર વિશ્વંભર, વરદાયક વ્રતધારી;
	વિભુ વરાહ વિમળજશ વિઠ્ઠલ, વ્રજપતિ કુંજવિહારી	...વાસુ૦ ૫
કમળનયન કેશવ કરુણાનિધિ, કેવળ નાથણ કાલી;
	હંસ હરિ હયગ્રીવ હિરણ્યમય, મચ્છ કચ્છ વનમાળી	...વાસુ૦ ૬
ગોકુલેશ ગોપાળ ગરુડધ્વજ, ગુણાતીત ગોવિંદા;
	ગોપીજનવલ્લભ ગિરિધારી, ચતુરબાહુ વ્રજચંદા	...વાસુ૦ ૭
ભવતારણ ભૂધર ભુવનેશા, ભક્તવત્સલ ભયહારી;
	બદ્રિપતિ બળવીર મહાબળ, શ્યામ રામ કંસારી	...વાસુ૦ ૮
જગકર્તા જગદીશ જગદ્‌ગુરુ, જગજીવન જદુરાયા;
	યજ્ઞ યજ્ઞભુક્તા યોગેશ્વર, કલ્કી બુદ્ધ કહાયા	...વાસુ૦ ૯
ઊર્ધ્વબાહુ મુક્તેશ અધોક્ષજ, અચ્યુત અમર અનંતા;
	દીનબંધુ નટવર દામોદર, કલિહર ત્રિભુવન કંતા	...વાસુ૦ ૧૦
પ્રાત: સમે ઘનશ્યામ પિયાકી, નામ માળ ઊઠી ગાયે;
	બ્રહ્માનંદ મનોહર મૂરતિ, અંતરમાંહી ઠેરાયે		...વાસુ૦ ૧૧
 

મૂળ પદ

વાસુદેવ નારાયણ વિષ્ણુ, મોહન કૃષ્ણ મોરારી

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
શુક્લ બિલાવલ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0