પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી ૨/૪

પ્રભાતે ઊઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું રે;
	આળ પંપાળ મિથ્યા એ ટાણે, કાંઈ બીજું નવ કરવું રે	-પ્રભા૦ ટેક.
સહિત કલંગી પાઘ સુરંગી, જોઈ મગ્ન થઈ ફરવું રે;
	ભાલ તિલક શુભ રેખને ભાળી, કાળ થકી નવ ડરવું રે	-પ્રભા૦ ૧
ભ્રૂકુટી નેન કમળ ભૂધરનાં, લખી અંતરમાં ઠરવું રે;
	પૂરણ ચંદ્ર સરીખું પ્રભુનું, મુખ ક્ષણું નહીં વિસરવું રે		-પ્રભા૦ ૨
કરણ છબી ભુજ જુગલ કૃષ્ણનું, ભૂષણ સહિત સમરવું રે;
	હાર જુક્ત પક્તું ઉર હરિનું, ત્યાંથી નવ નિસરવું રે		-પ્રભા૦ ૩
ઉદર નાભિ ઉરુ જાનુ જંઘા, ચરણકમળમાં ફરવું રે;
	બ્રહ્માનંદ કહે એ છબી ઉર ધરી, બીજું સર્વ પરહરવું રે	-પ્રભા૦ ૪
 

મૂળ પદ

પ્રભાતે ઉઠીને પ્રાણી

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી