રસીક છેલ ઝૂલત બન ઘનરંગ, ૧/૧

પદ ૧૫૪ …………….૧/૧

(રાગ મલ્હાર હીંદોર ) તાલ. અડેલ.

રસીક છેલ ઝૂલત બન ઘનરંગ,

ઘોર ઘટા બીચ ચમકત ચપલા;

રાધા હરિ જ્યુંકે સંગ , .............. રસીક છેલ. (ટેક)

ફૂલન હિંડોરેમેં પ્રફુલ્લિત શામા,

ઝૂલાવતી શામ સુરંગ;

સખીગન સરસ મલ્હાર આલાપત,

ઉપજત પ્રભુકું ઉમંગ . રસીક છેલ. (૧)

વનવેલી વન વનિતા ફૂલે,

ફૂલે ચતુર જન અંગ;

ફૂલી માધવી માલતી મલ્લિકા,

સુમન સુમન પ્રતિભૃંગ રસીક છેલ (૨)

નવિન ઋતુ બરખા ઘન બરખત,

સરસ કમલ જલગંગ;

બોલત દાદુર મોર બપૈયા ,

વિચરત વિચિત્ર વિહંગ , રસીક છેલ. (૩)

શ્રીવ્રજચંદ હિંડોરેમેં ઝૂલત,

થકિત કુરંગ તરંગ;

વિશ્વવિહારી મગન મન પુલકિત,

જયજય મદનમદભંગ , રસીક છેલ. (૪)

_____________________________

ઘનરંગ= મેઘ સરખા વર્ણવાલા.

કુરંગ= હરિણ

મૂળ પદ

રસીક છેલ ઝૂલત બન ઘનરંગ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી