હાંભળો ભગતપતિ ભગવાંન ૧/૧

પદ – ૧૫૯ ……………૧/૧

(રાગ ભોજાભગતના ચાબખાનો)

હાંભળો ભગતપતિ ભગવાંન

કઉ છું અરજી ધરજો કાન; હાંભળો (ટેક)

મારા છેતરમાં ચિભડીનો વેલો, વાવ્યો'તો મારે કાજ;

ખાતર નાંછીને પાણી ટોયાથી, મોટો થયો મહારાજ હાંભળો (૧)

ઝાંખરા ઝેંટીને વાડ કરીતી, મુંઘો ગણીને માલ;

બકરાંના ડરથી હું બાપજી , રોજ કરતો રખવાળ હાંભળો (૨)

તાચી તાચીને જોતો તેમાં હું ફૂલ બેહવાને રોજ;

ફૂલ બેઠું મેં દીઠું ત્યારે તો કરવા લાજ્યો મોજ. હાંભળો (૩)

એકવાર બુનનાં દીચરાએ કીધું, ખાતાતા રોટલો ને શાકઃ

આ ચિભડીનું ચિભડું હું લઇશ, મેં મારી તેને લપડાક. હાંભળો (૪)

જે કોઇ ચિભડું માગે તો કહેતો હું, શીદને મને હંતાપો;

ખબર એવામાં મેં હાંભળીજે, વડતાલ આવ્યા છે બાપો. હાંભળો (૫)

કુણું માખણ જેવું ચિભડું મારું, તોડીને ચાલિયો વાટે;

ઘાટ થાય મનમેં હું ખઇ જઉ કે, લઇ જઉં બાપાને માટે. હાંભળો (૬)

પછીતો મેં મનસુબો કર્યો જે, આપણે તો નહીં ખાવું,

જરૂર આ મને જીવથી વા'લું, બાપા માટે લઇ જાવું. હાંભળો (૭)

શબરી બઇના બોર આરોજ્યા, એક ચિભડું આ ચાખો;

રાંક ગણીને વાંક ગણો નઇ, પગની પાહળ રાખો. હાંભળો (૮)

ભગત સદામે આપ્યાતા આપને , મુઠીક તાંદળ મેવા;

કંસન ઘર તેના કરી આપ્યાં, પછી સાપરું ન મળે રે'વા. હાંભળો (૯)

વાક્યો સુણી પગી પુત્રના એવા, હાસ્ય રસની હદ વાળી;

વિશ્વવિહારીલાલ તે રીઝ્યા , એના પાપ નાંખ્યાં પરજાળી. હાંભળો (૧૦)

મૂળ પદ

હાંભળો ભગતપતિ ભગવાંન

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી