વંદુ સ્નેહ ધરી બુરાનપુરના, વાસી સદા શ્રીહરિ, ૧/૧

પદ – ૧૬૩ ……………………૧/૧

(શાર્દુલવિકીડિત છંદ )

વંદુ સ્નેહ ધરી બુરાનપુરના, વાસી સદા શ્રીહરિ,

જે છે વિશ્વ ધણી મુને દીનગણી , કોટી કરુણા કરી;

શ્રી લક્ષ્મીપતિ દેવ સેવ કરતાં, સિદ્ધિ મળે સર્વદા,

તે નાથે મુજ શિર હાથ ધરીને, હેતે હરિ આપદા. (૧)

(ઉપ્જાતિ છંદ)

બુરનપુરવાસી દયાલુ દેવ,

જેની કરી મેં ખૂબ સારી સેવ;

તે શ્રી હરિ સંકટ સર્વ કાપો,

તે લક્ષ્મીનારાયણ સુખ આપો. (૨)

(દોહરો)

જેને વસ્ત્ર ધરાવતો, જેનું ધરતો ધ્યાન;

તે સંકટમા શ્રીહરિ, સાહ્ય કરો ભગવાન. (૩)

વિશ્વ સકળના છે પતિ, અકળગતિ અભિરામ;

જીવન પ્રાણ ગણી સદા, પ્રેમે કરું પ્રણામ. (૪)

_____________________________________________

દિ= દિવસ.

મૂળ પદ

વંદુ સ્નેહ ધરી બુરાનપુરના, વાસી સદા શ્રીહરિ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી