પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું ૩/૪

પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું રે ;
આળ પંપાળ મિથ્યા એ ટાણે, કાંઇ બીજું નવ કરવું રે. પ્ર૦
સહિત કલંગી પાઘ સુરંગી, જોઇ મગ્ન થઇ ફરવું રે ;
ભાલ તિલક શુભ રેખને ભાળી, કાળ થકી નવ ડરવું રે. પ્ર૦૧
ભ્રૂકુટી નેન કમળ ભૂધરનાં, લખી અંતરમાં ઠરવું રે ;
પૂરણ ચંદ્ર સરીખું પ્રભુનું, મુખ ક્ષણુ નહીં વિસરવું રે. પ્ર૦ર
કરણ છબી ભુજ જુગલ કૃષ્ણનું, ભૂષણ સહિત સમરવું રે ;
હાર જૂકત પંકતુ ઉર હરિનું, ત્યાંથી નવ નિસરવું રે. પ્ર૦૩
ઉદર નાભિ ઉરુ જાનું જંઘા, ચરણ કમળમાં ફરવું રે ;
બ્રહ્માનંદ કહે એ છબી ઉર ધરી, બીજું સર્વ પરહરવું રે. પ્ર૦૪

મૂળ પદ

પ્રભાતે ઉઠીને પ્રાણી

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયાના પદો
Studio
Audio
2
5
 
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0