પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો ૪/૪

પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રી ઘનશ્યામ સંભારો રે ;
મંગળ રૂપ મનોહર મૂર્તિ, લઇ અંતરમાં ધારો રે. પ્ર૦
અશરણ શરણ કૃષ્ણ અવિનાશી, નટવર નંદ દુલારો રે ;
મોરલીધર મોહન મધુસૂદન, એવાં નામ ઉચ્ચારો રે. પ્ર૦૧
ભરતખંડમાં નર તન પામ્યા, અવસર આવ્યો સારો રે ;
નંદકુમાર ચરણ ચિત્ત ધારી, વિષય વિકાર વિસારો રે. પ્ર૦ર
ભજીએ રંગ સહિત ભૂધરને, તજીએ સંગ નઠારો રે ;
કુળ મરજાદા મેલીને કરીએ, પ્રાણજીવનને પ્યારો રે. પ્ર૦૩
સાચા સંતની સોબત કરીને, કર્મનો ભાર ઉતારો રે ;
બ્રહ્માનંદ કહે હરિ ભજો તો, સરશે અર્થ તમારો રે. પ્ર૦૪

મૂળ પદ

પ્રભાતે ઉઠીને પ્રાણી

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0