ઓ ! પ્રીતમ પ્રાણ આધાર, કેમ? તજીને ગયા;૩/૪

 

પદ – ૧૭૪ ………………૩/૪
 ઓ ! પ્રીતમ પ્રાણ આધાર, કેમ? તજીને ગયા;
વા'લા વિસારી દીધો વિશેષ , કઠણ દિલ શું ? થયા. (ટેક)
હું છું અવગુણવાળો આપ, ગુણના નિધાન છો;
વા'લા ભક્તવત્સલ ભગવાન, તમે ભીને વાન છો.           (૧)
વા'લા નેહ ભરેલાં નેણ , જ્યારે મને સાંભરે;
મારી થર થર કંપે કાય, આંખે આંસુડાં ખરે.                      (૨)
વા'લા વદન ઉપર વારંવાર, જાઉં હુતો વારણે;
કરુણા કરીને હો ! કમળાનાથ, આવો મારે કારણે.             (૩)
વા'લા ચપળ તમારી ચાલ, ચોરે મારા ચિત્તને;
ક્યારે મળશો મોહન કરી મહેર, પૂરણ આણી પ્રીતને.       (૪)
વા'લા સુનો લાગે આ સંસાર, સઉ સુખ વિસરે;
મળશો ભગવતસુતના શામ, ત્યારે આ હૈડું ઠરે.               (૫) 

મૂળ પદ

સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી